• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ “આશી ના મહારાજા’’ ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

પ્રકાશિત તારીખ : 03/09/2025

પેટલાદમાં આશી ગામના યુવાનોએ વિઘ્નહર્તાના દર્શનની સાથે દેશના શૌર્યની ઝાંખી દર્શાવતો બનાવ્યો અનોખો ગણેશ પંડાલ

પહલગામ આતંકી હુમલાના પ્રત્યુત્તરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલ ‘‘ઓપરેશન સિંદૂર’’ તથા ‘‘ઓપરેશન મહાદેવ’’ થી લોકોને માહિતગાર કરવાનો સ્તુત્ય પ્રયાસ

ગણેશોત્સવમાં ગણપતિ વંદનાની સાથે રાષ્ટ્રવંદના દ્વારા દેશભક્તિના રંગે રંગાતા આશીના ગ્રામજનો

આણંદ, મંગળવાર: ભારતવર્ષ એ અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે. ભારતની આ ભૂમિમાં ધાર્મિક સહિષ્ણુતાની સાથે ઉત્સવોની એક આગવી પરંપરા રહી છે. સામાજિક ઉત્સવોની સાથે અહિંયા ધાર્મિક ઉત્સવો પણ ખૂબ ઉલ્લાસભેર ઉજવાય છે. દેશમાં ઉજવાતા ઉત્સવો પૈકીનો એક ઉત્સવ એટલે ગણેશોત્સવ. ગણેશ ચતુર્થીના પાવન દિવસથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લાવાસીઓ ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલોમાં ગણપતિની પ્રતિમાના સ્થાપન દ્વારા લોકો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી રહી છે.  

આણંદ જિલ્લામાં ગણેશોત્સવના આ પર્વમાં ગણપતિ વંદનાની સાથે આ વખતે વિવિધ ગણેશ પંડાલોમાં દેશની સિધ્ધિઓ તથા શૌર્યની ઝાંખી કરાવતા ઓપરેશન સિંદુરની થીમ, પર્યાવરણના જતનનો સંદેશો આપતી થીમ, સ્વદેશી થીમ, માટીની પ્રતિમા સહિતની બાબતોને ધ્યાને રાખીને ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ગણેશ પંડાલો પૈકી પેટલાદના આશી ગામના યુવાનોએ બનાવેલ ઓપરેશન સિંદુરની થીમ આધારીત ગણેશ પંડાલ એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહયો છે. ‘‘આશીના મહારાજ’’ ના નામે જાણીતા આ ગણેશ પંડાલમાં વિઘ્નહર્તાની આસપાસ દેશના શૌર્યની ઝાંખી કરાવતું પ્રદર્શન ‘ઓપરેશન સિંદુર’ ને વિવિધ સ્ટેચ્યુ અને બેનર દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જે લોકો માટે આકર્ષણરૂપ બની રહયું છે.

“આશી ના મહારાજા’’ ગણેશ પંડાલમાં દુંદાળા દેવની આરાધના સાથે જમ્મુ કાશ્મીરના પહલગામ એટેકના પ્રત્યત્તરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલ ‘‘ઓપરેશન સિંદૂર’’ તથા ‘‘ઓપરેશન મહાદેવ’’ થી લોકોને માહિતગાર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો છે. જેમાં દુર્ગમ પહાડોવાળા વિસ્તારોની પ્રતિકૃતિ, મિસાઈલ, મિલિટરી ટેન્ક સહિત ભારતીય મિલિટરી દ્વારા ઉપયોગમાં લેવાતા પરિવહનના સાધનો તેમજ સૈન્ય કાર્યવાહીને દર્શાવતી પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.

આશી ગામના યુવાન યશ પટેલ તેમના ગણેશ પંડાલ વિશે માહિતી આપતા જણાવે છે કે, અમે છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણની જાળવણી માટેની રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ માટીમાંથી બનાવેલી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છીએ. જેમાં પ્રતિવર્ષ વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલને સજાવવામાં આવે છે. આ વખતે અમે ‘ઓપરેશન સિંદૂર’ ની થીમ આધારિત ગણેશ પંડાલ તૈયાર કર્યો છે, જેમાં ૭ ફૂટની ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

‘ઓપરેશન સિંદૂર’ ની થીમ આધારિત ગણેશ પંડાલ તૈયાર કરવા પાછળના હેતુ જણાવતા યશ પટેલ કહે છે કે, થોડા સમય પૂર્વે ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર તથા ઓપરેશન મહાદેવ થકી આતંકવાદીઓના અડ્ડાને નાબૂદ કરીને દેશના નિર્દોષ ભારતીય નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરાયું હતું. જેની પ્રતિકૃતિ અમે અમારા આ ગણેશ પંડાલમાં ઉભી કરી છે, જેના કારણે ‘ઓપરેશન સિંદુર’ નો સંદેશો લોકો સુધી પહોચે અને લોકો આપણા સૈન્યના શોર્યથી માહિતગાર થઈ શકે. તે માટેનો અમારો આ અનોખો પ્રયાસ છે. તેમણે વધુમાં કહયું હતુ કે, આ ગણેશ પંડાલમાં ભક્તી વંદનાની સાથે રાષ્ટ્રવંદના પણ કરવામાં આવે છે. એટલે કે અહિંયા દર્શને આવતા લોકો દ્વારા દરરોજ સામુહિક રીતે ગણેશ વંદનાની સાથે રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે પણ આશી ગામના યુવોનોએ સેટેલાઈટ ક્ષેત્રે ઈસરો સંસ્થાને જે સફળતા મળી હતી, તેની સિધ્ધિ દશાર્વતી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી હતી.

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ "આશી ના મહારાજા’’ ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ