• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

“એક રાખી ફોજી કે નામ”

પ્રકાશિત તારીખ : 22/07/2025

મોગરીની એક છાત્રાએ વીર સૈનિકોને બનાવ્યા ભાઈ, ત્રણ રક્ષાબંધનથી મોકલે છે રાખડી.

જુદી જુદી શાળાઓમાં જઈ રાખડી એકત્ર કરી સેનાના જવાનોને મોકલતી ખુશી.

આણંદ, મંગળવાર: ‘એક રાખડી ફોજી કે નામ’ અતર્ગત સુપ્રસિદ્ધ ગુજરાતી પત્રકાર હર્ષલ પુષ્કર્ણા (સફારી ફેમ) ના સિયાચીન જાગૃતિ અભિયાનથી પ્રેરાઈને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી છાત્રાની અનોખી દેશભક્તિ જોવા મળે છે. આ

વિધાર્થિની ખુશી વૈદ્ય છેલ્લા ત્રણ વર્ષથી રાખડી અને કાર્ડ ભેગા કરીને રક્ષાબંધનના પવિત્ર અવસરે ભારતીય સેનાના જવાનોને મોકલે છે.

‘એક રાખી ફોજી કે નામ’ અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી ખુશી દ્વારા અલગ અલગ શાળામાં જઈને આ અંગે માહિતી આપી બાળકોમાં દેશ પ્રેમ જાગે અને તેઓ ભારતીય સૈન્યના ત્યાગ અને બલિદાન અંગે જાણે તેવા પ્રયત્નો સાથે દર વર્ષે રાખડી સાથે બાળકો પોતાના હાથે જ કાર્ડ અથવા તો મેસેજ લખીને મોકલે એવો પ્રયાસ કરી રહી છે. આ વર્ષે લગભગ સાડા ચાર હજાર જેટલી રાખડીઓ તૈયાર કરીને મોકલવામાં આવી રહી છે.

રાખડીઓ ઉપરાંત, ખુશી વૈદ્યે વિદ્યાર્થીઓને ભારતના તેમજ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન પર તૈનાત સૈનિકો વિષે રૂંવાડા ખડા કરી દે તેવી માહિતીની રસપ્રદ રજૂઆત કરી વિદ્યાર્થીઓને આપણા સૈનિકોની અડગ સેવા અને બલિદાનનો ખ્યાલ આપે છે.

એક મુલાકાતમાં ખુશી વૈદ્યએ જણાવ્યું કે સિયાચીન વિશ્વનો સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં મોટા ભાગે વાતાવરણ ખૂબ જ દુર્ગમ અને તાપમાન માઇનસ ૨૦ થી માઇનસ ૫૫ જેટલું રહેતું હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ભારતીય સૈન્ય દ્વારા આ વિસ્તારનું રક્ષણ કરવામાં આવે છે. આ જગ્યાએ ભારતીય સૈન્યના સૈનિકને જીવનમાં ફક્ત ૯૦ દિવસ માટે પોસ્ટિંગ આપવામાં આવે છે અને તે માટે ચાર થી પાંચ મહિનાની ટ્રેનિંગ આપ્યા બાદ જ ત્યાં પોસ્ટિંગ હોય છે. ભારતની સુરક્ષાની દ્રષ્ટીએ આ સૌથી મહત્વની જગ્યા છે, કારણકે સિયાચીન નો એક ખુણો પીઓકેને અડે છે, જ્યારે બીજો અક્સાઈ ચીનની અડે છે, આથી જ ગમે તેવા કપરા અને દુર્ગમ વાતાવરણમાં પણ ભારતીય સૈન્ય ૨૪ કલાક આ જગ્યા પર તૈનાત રહે છે. ભારતીય સૈન્યના આ બલિદાન અને ત્યાગ અંગે બાળકો, વિદ્યાર્થીઓ જાણે તે માટે ખાસ અભિયાન ચલાવે છે, આ ઉપરાંત એક નાના મેસેજ થકી સૈનિકોના ચહેરા પર સ્મિત લાવી શકે તે માટે જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરીની ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની ખુશી વૈધ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાખડી અને કાર્ડ ભેગા કરીને દેશની સેવા કરતા જવાનોને મોકલવામાં આવે છે.

"એક રાખી ફોજી કે નામ"

“એક રાખી ફોજી કે નામ”

"એક રાખી ફોજી કે નામ"

“એક રાખી ફોજી કે નામ”

"એક રાખી ફોજી કે નામ"

“એક રાખી ફોજી કે નામ”

"એક રાખી ફોજી કે નામ"

“એક રાખી ફોજી કે નામ”

"એક રાખી ફોજી કે નામ"

“એક રાખી ફોજી કે નામ”

"એક રાખી ફોજી કે નામ"

“એક રાખી ફોજી કે નામ”