બંધ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 નોડલ અધિકારીઓની બેઠક મળી

પ્રકાશિત તારીખ : 18/03/2026

નોડલ અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ કામ કરવા અનુરોધ – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, મંગળવાર  આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી – 2026 આગામી 23મી એપ્રિલ 2026 ના રોજ યોજનાર છે.

આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના 18 જેટલા અધિકારીઓની  નોડલ અધિકારીઓ તરીકે નિમણૂક કરી છે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે દરેક નોડલ અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ નિયત ચેક લીસ્ટ મુજબ કામ કરવાનું રહેશે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સાથે સંકલનમાં રહીને પોતાને સોંપવામાં આવેલી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા માટે દરેક નોડલ અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે દરેક નોડલ અધિકારીઓએ જિલ્લા કક્ષાએ તેમજ ઉમરેઠ વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારી શ્રી સુધી સંકલનમાં રહીને કામ કરવાનું રહેશે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી સાથે સંકળાયેલ તમામને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે, જે તાલિમ ચૂંટણી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓએ ફરજિયાત લેવાની રહેશે.

આ બેઠકમાં નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે નાયબ જિલ્લા  ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુનએ કયા નોડલ અધિકારીએ શું કામગીરી કરવાની છે તેની જાણકારી આપી હતી.

આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર એસ. દેસાઈ સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.