ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત તારીખ : 02/07/2025
આણંદ,મંગળવાર: -ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે (આઈઆઈસીપી)- આંતરરાષ્ટ્રીય નશા વિરોધી અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિન – 2025ની ઉજવણી અંતર્ગત “વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ – નશાના દુષ્પરિણામો”
(ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફીકીંગ – 2025) અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ વર્ષે રાષ્ટ્રસંઘની થીમ હતી –“સાંકળો તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તી”( “બ્રેકીંગ ધી ચેન્સ પ્રીવેન્સન, ટ્રીટમેન્ટ એન્ડ રીકર્વરી ફોર ઓલ!”) હતી.
આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડો. સી.યુ.ચોડવડીયા દ્વારા “નશા મુકત ભારત અભિયાન “ એનસીપીસીઆર(નેશનલ કમીશન ફોર ચાલ્ડ પ્રોટેશકન્સ)અંતર્ગત રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારા હેઠ્ળ સમાવિષ્ટ દવાઓને દુરઉપયોગ કરીને તેનાથી થતી સાઇડ ઇફેક્ટ (સાઈડ ઈફેક્ટ)ના ગેરફાયદા તેમ જ નુકસાન અંગેની ઉડાણપૂર્વક સમજ આપી હતી.
આ વર્ષની ડ્રગ એબ્યુઝની થીમ “બ્રેકીંગ ધી ચેન્સ પ્રીવેન્સન, ટ્રીટમેન્ટ એન્ડ રીકર્વરી ફોર ઓલ “ અંતર્ગત જોઈન્ટ એક્શન પ્લેન અંગે માહિતગાર કરી વિધાર્થીઓને નશાથી દૂર રહેવા અનુરોધ ક્રરવામાં આવેલ અને વિધાર્થીઓ ફાર્મસી પ્રોફેસનને લાગતી દવાઓ વિશે જાણકારી આપી અન્ય યુવાધન નશાના દૂર રહે તે માટે જાગ્રુતિ ફેલાવવાના પ્રયત્નો કરવામા આવ્યો હતો.
પ્રથમ સત્રમાં મહેમાનોનું કોલેજના વિવિધ વિભાગના વડાઓ દ્વારા પુષ્પગૂચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. ત્યારબાદ દરેક મહેમાને આ વિષય ઉપર પોતાના અનુભવોના આધારે માહિતીપ્રદ ભાષણ આપ્યા.
ફાર્મસી કોલેજના ૬૦થી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .અંતે, પ્રીંન્સિપલશ્રી દ્વારા અને ઉપસ્થિત અધિકારીઓએ આવું જાગૃતિમુલક કાર્યકમ નિયમિત આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડો. સી.યુ. ચોડવડીયા ,ઔષધ નિરીક્ષક શ્રી જે.બી.ગાવિત તેમજ આણંદ જિલ્લાના પ્રોહિબિશન અને એક્સાઈઝ વિભાગના સુપરીટેંન્ડેટ શ્રી ધ્રુમિલ વાનાણી અને સોસીયલ ડીફેંન્સ ઓફિસર શ્રી મંયક ત્રિવેદીએ હાજરી આપી.
ચારુતર ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટિ(સીવીએમયુ)ના આચાર્ય શ્રી ડો ડિમલ એ શાહ, તથા કોલેજના આધાયપક શ્રી ડો. ઉસ્માનગની છાલોટીયા તથા એનએસએસ કોર્ડિનેટર શ્રી ધવલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો
