• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ સિંચાઈ હસ્તકની પેટલાદ નહેરની શાખા સાંકળ પર સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં હોઇ વાહનોને ડ્રાઇવર્ટ કરાયા

પ્રકાશિત તારીખ : 24/07/2025

વૈકલ્પિક માર્ગનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકાશે.

આણંદ,બુધવાર: આણંદ સિંચાઇ હસ્તકની પેટલાદ શાખા નહેરની શાખા સાંકળ ૯૮૯૩૦ ફુટ પર નવીન બોક્સ ટાઈપ સ્ટ્રકચર બનાવવાની કામગીરી હાલ પ્રગતીમાં હોઈ તથા આ માર્ગ આણંદથી સોજિત્રા તરફ આવવા તેમજ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાના કારણે તથા હાલ ખરીફ સીઝન ૨૦૨૫-૨૬ અર્થે સિંચાઈ પાણી તાત્કાલિક પુરૂ પાડવા માટે નહેરને તેની મહત્તમ સપાટીએ વહેવડાવાની જરૂર હોય SH-83 ઉપરથી પસાર થતો વાહન વ્યવહારના ડાયવર્ઝન માટે આણંદ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા મુજબ આણંદ તરફથી બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર તરફ જતા વાહનો, તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી, આણંદ તરફ આવતા વાહનો માટે આ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

નાના વાહનો માટે ડાયવર્ટેડ રૂટ મુજબ આણંદ તરફથી બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર તરફ જતા નાના વાહનો.

કરમસદ સંદેશર ચોકડી થઈ ગામમાં થઈને કરમસદ પેટલાદ રોડ ઉપર થઈને રંગાઈપુરા ચોકડી થઈને બાંધણી ચોકડી થઈને જઈ શકશે.

તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી, આણંદ તરફ આવતા નાના વાહનો.

બાંધણી ચોકડી થઈ રંગાઈપુરા થઈ કરમસદ પેટલાદ રોડ ઉપર થઈને સંદેસર ગામ થઈને કરમસદ, આણંદ તરફ આવી શકશે.

મોટા વાહનો માટે ડાયવર્ટેડ રૂટ આણંદ તરફથી બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર તરફ જતા મોટા વાહનો.

આણંદ બોરસદ ચોકડી થઈને બોરસદ, ધર્મજ ચોકડી થઈને તારાપુર તથા પેટલાદ કોલેજ ચોકડી થઈ બાંધણી ચોકડી થઈ સોજિત્રા, તરફ જઈ શકશે.

તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી, આણંદ તરફ આવતા મોટા વાહનો.

તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી થઈ પેટલાદ કોલેજ ચોકડી થઈને ધર્મજ ચોકડી થઈને બોરસદ થઈને બોરસદ ચોકડી(આણંદ) તરફથી આણંદ આવી શકશે.

ઉક્ત હુકમના ભંગ બદલ કાયદાની જોગવાઈને આધીન શિક્ષાને પાત્ર થશે.