બંધ

આણંદ સિંચાઈ વિભાગ હસ્તક આવેલ નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરાશે

પ્રકાશિત તારીખ : 10/03/2025

આણંદ, શુક્રવાર:આણંદ સિંચાઈ વિભાગ હસ્તક આવેલ ભારદણ તેમજ બોરસદ સિંચાઈ પેટા વિભાગ હસ્તક બોરસદ પંથકની નહેરો આવેલ છે.જેમાં શાખા નહેર વિશાખા નહેર,માઈનોર તેમજ સબ માઈનોર નહેરોનો સમાવેશ થાય છે.આ નહેરોમાં ખરીફ તેમજ રવી સિઝન દરમિયાન ખેડૂતોની માંગણી અનુસાર પાણી વહેવડાવવામાં આવેલ છે.આ ઉપરાંત નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.

આમ, આણંદ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની રજૂઆતો તેમજ નહેરોની જરૂરીયાત ધ્યાનમાં રાખીને દર વર્ષે નહેરોની સાફ સફાઈની કામગીરી સંતોષકારક પુર્ણ કરવામાં આવે છે.જેના કારણે નહેરોમાં કોઈ પણ પ્રકારે ઓવરફલો થવાના પ્રશ્ન ઉદભવતા નથી. વધુમાં આ વિભાગ દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ અંતર્ગત ખરીફ સિઝન -૨૦૨૫ની જરૂરીયાત તેમજ માંગણી મુજબની નહેરોના સાફ સફાઇના અંદાજપત્ર બનાવીને તેની મંજૂરી મળ્યેથી  નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ  કાર્યપાલક ઈજનેર આણંદ સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.