બંધ

આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિ:શુલ્ક સંરક્ષણ ભરતી માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે

પ્રકાશિત તારીખ : 28/07/2025

તા.૫/૦૮/૨૦૨૫ સુધીમાં અરજી કરવા અનુરોધ

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી સમયમાં સંરક્ષણ ભરતી માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ આણંદ ખાતે શરુ કરવામાં આવનાર છે.

જેમાં ફક્ત પુરુષ ઉમેદવારે ૩૦-દિવસની નિવાસી વર્ગમાં હાજર રહી તાલીમ મેળવવાની રહશે.જેમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌધિક કસોટી માટેની નિઃશુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે તથા ઉમેદવારોની હાજરી મુજબ પ્રતિ દિન લેખે રૂ. ૧૦૦/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહશે, સ્ટાઇપેન્ડ મેળવવા માટે ૮૦% હાજરી ફરજીયાત રહેશે.

આણંદ જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગાર કચેરી દ્વારા તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત/શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોએ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહશે.

આ સંરક્ષણ ભરતી ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગમાં જેના માટેની જરૂરી લાયકાત ઉંમર-૧૭ (૧/૨) થી ૨૧ વર્ષ, શૈક્ષણિક લાયકાત- ૧૦ પાસ/ ૧૨ પાસ, ઉંચાઈ-૧૬૮ સે.મી થી વધારે, છાતી-૭૭ થી ૮૨ સે.મી, વજન-૫૦ કિલોગ્રામ કે તેથી વધુ હોવું જોઈએ.

ઉમેદવારોએ અરજી કરવા માટે આણંદ જિલ્લા રોજગાર કચેરી, જુનું જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૨૫/૨૬, ગ્રાઉન્ડ ફ્લોર,ખાતે રૂબરૂ ફોર્મ મેળવી તા.૫/૦૮/૨૦૨૫ સુધીમાં અરજી જમા કરાવવાની રહશે. વધુ માહિતી માર્ગદર્શન માટે ટેલીફોન નંબર-૦૨૬૯૨ ૨૬૪૯૯૮ નો સંપર્ક કરવાનો રહશે,તેમ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.