બંધ

આણંદ જિલ્લા  રમત પ્રશિક્ષણ કેન્દ્વ  દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓએ તા. ૦૯ જુલાઈ સુધીમાં અરજી કરવી

પ્રકાશિત તારીખ : 19/06/2025

આણંદ,બુધવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં આણંદ જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ” શરૂ કરવામાં આવનાર છે.

 જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ, આણંદ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

આ શાળાની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરાશે.

જે અંતર્ગત જે શાળામાં ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની શિક્ષણ સુવિધા હોય, રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૩ એકર જમીન જેમાં શાળામાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓ હોય,ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ ભાઈ-બહેનોના નિવાસ માટે હોસ્ટેલની સુવિધા હોય,છેલ્લા ત્રણ વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ કક્ષાએ પરિણામમાં સાતત્યપૂર્ણ દેખાવ કરેલ તથા લધુત્તમ ૭૦ ટકા પરિણામ હાંસલ કરેલ હોય તેવી શાળાની પસંદગી કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તેવી શાળાઓની પ્રથમ પસંદગી કરવામાં આવશે.

આમ, આ મુજબના માપદંડ ધરાવતી શાળાઓએ તા.૦૯ જુલાઈ સુધીમાં આધાર-પુરાવા સાથે આણંદ જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, સરદાર પટેલ રમત સંકુલ આણંદ, રામપુરા પ્રાથમિક શાળા પાસે, વડતાલ રોડ, મું-રામપુરા, પોસ્ટ-બાકરોલ- ૩૮૮૩૧૫ સરનામે રજી.એડી પોસ્ટ અથવા રૂબરૂ પહોચાડવાની રહેશે.

વધુ વિગત માટે જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, આણંદની કચેરીએ સંપર્ક નંબર (૭૮૭૪૧૨૨૮૫૧)પર સંપર્ક કરવા જણાવાયુ છે.