બંધ

આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ

પ્રકાશિત તારીખ : 09/04/2026

તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૪૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા

આણંદ, બુધવાર  આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આણંદ શહેર તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

તપાસ દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો તેમજ ફુડ બિઝનેસ ઓપરેટરોને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં કામ કરતા સ્ટાફ માટે એપ્રોન, કેપ અને ગ્લવઝ પહેરીને જ ખોરાક તૈયાર કરવા માટે જણાવાયું હતું. ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઈલ લેબ) દ્વારા જિલ્લાની વિવિધ ૦૫ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં મિલ્કોસ્કેન મશીન દ્વારા સ્થળ પર જ દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુમાં, તારાપુર ચોકડી પાસેની ખાણી-પીણીની લારીઓ તેમજ વિદ્યાનગર અને મોટા બજાર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ જણાયેલ અંદાજે ૨.૫ લિટર વપરાયેલ તેલ (બળેલુ તેલ) અને ૩ લીટર ચટણીનું સ્થળ પર જ નાશ કરાયો છે.

આ તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૪૩ (તેતાલીસ) જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાં તૈયાર ભોજન, અથાણાં, સોસ અને ઘીના ૧૫ નમૂના, મરી-મસાલાના ઉત્પાદકો અને હોલસેલ વેપારીઓ પાસેથી ૨૦ નમૂના, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને શરબતના ૦૭ નમૂના, શ્રીખંડ અને મઠોના ૦૫ નમૂના અને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ૦૩ નમૂના લેવામા આવ્યા હતા. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમા જિલ્લા ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા એક યાદીમાં જણવાયુ છે.