આણંદ જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ખંભાત ખાતે ઉજવણી કરવામાં આવશે
પ્રકાશિત તારીખ : 02/01/2026
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૬ના ૭૭ માં પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે કરવામાં આવનાર હોઇ, જિલ્લાા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ૭૭ માં પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર કામગીરી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની, તેમજ કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત થનાર ટેબ્લોના પ્રદર્શન તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સંદર્ભે જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, નાયબ વન સંરક્ષક શ્રી સુરેશકુમાર મીના, પ્રાંત અધિકારીશ્રી કુંજલ શાહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.