બંધ

આણંદ જિલ્લામાં GUJCET 2026 ની પરીક્ષા તારીખ 29 માર્ચના રોજ યોજાશે

પ્રકાશિત તારીખ : 24/03/2026

કુલ 4,448 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આણંદ, સોમવાર આણંદ જિલ્લામાં આગામી 29 મી માર્ચ 2026 ના રોજ GUJCET 2026 ની પરીક્ષા યોજાનાર છે.

આ પરીક્ષામાં રાસાયણિક વિજ્ઞાન /ભૌતિક વિજ્ઞાન નો સમય સવારે 10-00 થી બપોરના 12-00 કલાક સુધી, જીવવિજ્ઞાન નો સમય બપોરે 14-00 થી 15-00 કલાક સુધી અને ગણિતનો સમય બપોરે 16-00 થી 17-00 કલાક સુધીનો રહેશે.આણંદ જિલ્લામાં કુલ 4,448 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે, આ પરીક્ષા કુલ 21 બિલ્ડીંગના 224 બ્લોક ખાતે લેવામાં આવશે.આણંદ જિલ્લામાં A ગ્રુપના 1797, B ગ્રુપના 2639 અને AB ગ્રુપના 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 2229 છોકરીઓ અને 2219 છોકરાઓનો સમાવેશ થાય છે.

માધ્યમ વાર નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 2602, અંગ્રેજી માધ્યમમાં 1,842 અને હિન્દી માધ્યમમાં 04 વિદ્યાર્થીઓ મળીને કુલ 4448 વિદ્યાર્થીઓ GUJCET 2026 ની પરીક્ષા આપવાના છે,તેમ જિલ્લા શિક્ષણ અધિકારી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.