• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ  જિલ્લામાં ૦૮ જગ્યાઓ ઉપર યોજાયેલી રક્તદાન કેમ્પમાં ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર થયું

પ્રકાશિત તારીખ : 16/09/2025

આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આણંદ શહેર અને જિલ્લામાં ૦૮ તાલુકાઓ ખાતે  કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર દરમિયાન ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં જિલ્લા ભરના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું પ્રારંભ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ, પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ શ્રી બિપિનચંદ્ર પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી કેતનભાઇ પટેલ સહિત મહાનુભાવો ની હાજરીમાં દીપ પ્રાગટય કરી રક્તદાન શિબિર ની શરૂઆત કરવામાં આવી હતી.

આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે ૪૭૪, ખંભાતમાં એસ.જી. વાઘેલા હાઇસ્કુલ ખાતે ૧૭૮, પેટલાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે ૨૨૭,  તારાપુરમાં એસ.જે. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ૮૧,  બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ૧૨૧, આંકલાવના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ૫૫ તથા ઉમરેઠમાં સુંદલપુરા રોડ પર આવેલ સરસ્વતી વિદ્યાલય  ખાતે ૮૫ મળીને કુલ ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલે પણ આણંદ ખાતે રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

આણંદ જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા  “નમો કે નામ રક્તદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ “રક્તદાન નમો કે નામ” અભિયાનમાં ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારી મહામંડળ, સહિત નગરજનોએ રક્તદાન કરીને પોતાનો સહયોગ આપ્યો હતો.