બંધ

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત તારીખ : 17/02/2025

દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કચેરીઓ/સંસ્થાઓ રવિવારના દિવસે કામદારોને મતદાન માટે થોડા સમયની રજા આપવા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા હુકમ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી

આજે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૭- ૦૦ કલાકથી સાંજના ૧૮- ૦૦ કલાક સુધી મતદાન યોજાશે

આણંદ, શનિવાર: સચિવશ્રી, રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના ચૂંટણી જાહેરનામા અનુસાર આણંદ જિલ્લાની બોરીયાવી, ઓડ, આંકલાવ, ઉમરેઠ નગરપાલિકા તથા ૨૪-ઉદેલ-૨ ખંભાત તાલુકા પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી તા.૧૬/૦૨/૨૦૨૫, રવિવારના રોજ યોજવામાં આવનાર છે.

રવિવારના દિવસે મતદાન કરવાનું હોવાથી મહાનગરપાલિકા/નગરપાલિકા/જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને તેમની તાબાની કચેરીઓમાં સામાન્ય રીતે રજા હોય છે, તેમ છતાં કેટલીક ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ જેવી કે, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કચેરીઓ/સંસ્થાઓ રવિવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવે છે.

આ સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે તેઓશ્રીની ચૂંટણી હેઠળનાં સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે કચેરીએ મોડા આવવા કે કચેરીએથી વહેલા નીકળવા અગર તો કચેરી સમય દરમ્યાન થોડા સમયની રજા આપવા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી દ્વારા હૂકમ કરવામાં આવ્યો છે.