બંધ

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત તારીખ : 17/02/2025

તા.૨૧ ફેબ્રુઆરી સુધી સમગ્ર આણંદ જિલ્લામાં સભા સરઘસબંધી અને હથિયારબંધી

આણંદ, શનિવાર: તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નગરપાલિકા/ તાલુકા પંચાયતની સામાન્ય / પેટા ચુટણીઓ યોજાનાર છે, તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરી થનાર હોય, આણંદ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર શ્રી ઋતુરાજ દેસાઈ (G.A.S), અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, આણંદએ સમગ્ર આણંદ જીલ્લામાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારિરીક ઇજા કરી શકાય તે સાથે ફરવા પર પ્રતિબંધ તથા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય/ બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવુ નહી, ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવી કે બોલાવવી નહી તથા સરઘસ કાઢવા પર મનાઈ ફરમાવી છે.

આ હુકમ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં રસ્તાઓ, રસ્તાની ફુટપાથ, ગલીઓ અને પેટા ગલીઓનો તથા જાહેર મકાનોનો સમાવેશ થાય છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કાયદાની જોગવાઈ ને આધીન શિક્ષાને પાત્ર થશે.