બંધ

આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે

પ્રકાશિત તારીખ : 13/05/2025

રસ ધરાવતા વ્યક્તિઓએ તા. ૧૯, મે ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સબંધિત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવું.

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવનાર છે.

આ માટે આગામી તારીખ ૧૯ મી મે ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે આણંદ જિલ્લાના સબંધિત તાલુકા મથકના પોલીસ સ્ટેશન ખાતે નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જે અન્વયે આણંદ તાલુકા માટે આણંદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે, ઉમરેઠ તાલુકા માટે પોલીસ સ્ટેશન ઉમરેઠ ખાતે, બોરસદ તાલુકા માટે પોલીસ સ્ટેશન બોરસદ ખાતે, આંકલાવ તાલુકા માટે પોલીસ સ્ટેશન આકલાવ ખાતે, પેટલાદ તાલુકા માટે પોલીસ સ્ટેશન પેટલાદ ટાઉન ખાતે, સોજીત્રા તાલુકા માટે પોલીસ સ્ટેશન સોજીત્રા ખાતે, ખંભાત તાલુકા માટે પોલીસ સ્ટેશન ખંભાત ટાઉન ખાતે અને તારાપુર તાલુકા માટે પોલીસ સ્ટેશન તારાપુર ખાતે સવારે ૧૧- ૦૦ કલાકે નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં રસ ધરાવતા (મહિલા અથવા પુરૂષ) વ્યક્તિઓને તેમનું આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સબંધિત સ્વખર્ચે હાજર રહેવા જણાવાયું છે.

સિવિલ ડિફેન્સ સ્વયંસેવક તરીકે નિમણૂંક મેળવવા ઈચ્છતા વ્યક્તિઓની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ અને લાયકાત ઓછામાં ઓછું ધોરણ ૦૪ પાસ હોવા જોઈએ. આ માટે NCC, NSS, NYKS, Ex.Army, પ્રાઇવેટ ખાનગી સિક્યુરિટીને પ્રાથમિકતા આપવામાં આવશે.

આણંદ જિલ્લામાં નિમણૂક પામનાર આ સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોએ આપાતકાલીન પરિસ્થિતિમાં જરૂર પડ્યે તેમની સેવા આપવાની રહેશે અને તે બાબતે તેમને કોઈપણ પ્રકારનું વળતર મળવા પાત્ર રહેશે નહીં, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે 1