આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો
પ્રકાશિત તારીખ : 20/09/2025
વિવિધ પ્રકારના સાપ ની જાણકારી આપવાના હેતુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨૦ શિબીર અને શાળાઓ ખાતે ૨૦ જાગૃતિ કાર્યક્રમ યોજાયા
આણંદ, શુક્રવાર: ૧૯ મી સપ્ટેમ્બર ના દિવસે સર્પદંશ જાગૃતિ દિવસ એટલે કે સ્નેક બાઈટ ડે તરીકે ઉજવવામાં આવે છે.
આ સર્પદંશ જાગૃતિ દિવસ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨૦ જેટલી શિબિર અને શાળાઓ ખાતે ૨૦ જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્પદંશ જાગૃતિ માટે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આ સર્પદંશ જાગૃતિ શિબિરમાં કોબરા એટલે નાગ, સો સ્કેલ વાઈપર- અફર્ડ, રસેલ વાઇપર- દબૈયા સાપ, કરેત જેવા સાપ ની જાણકારી આપવામાં આવી હતી અને જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેવા દર્દીને તાત્કાલિક શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કયા પ્રકારનો સાપ કરડવાથી માણસને શું તકલીફ થાય છે અને કયા પ્રકારના સાપ કેવા દેખાય છે, ઉપરાંત કરેત સાપ રાત્રે હુમલો કરે છે અને ડંખ માર્યા બાદ ખબર જ પડતી નથી તેની પણ જાણકારી આપવામાં આવી હતી. જ્યારે સો સ્કેલ વાઇપર આ સાપ મોટેભાગે રાજસ્થાનના પહાડી વિસ્તારમાં અને ગામડાઓમાં વધુ જોવા મળે છે, તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો

આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો

આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો

આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો
