• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫ જાહેર

પ્રકાશિત તારીખ : 04/09/2025

જિલ્લા કક્ષાએ ૦૩ અને તાલુકા કક્ષાએ ૦૭ શિક્ષકોની પસંદગી

આણંદ, ખંભાત, આકલાવ, બોરસદ અને ઉમરેઠ તાલુકાના શિક્ષકોનો સમાવેશ

આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના બે શિક્ષકો એક તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ અને એક જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પસંદગી પામ્યા

આણંદ, બુધવાર: આણંદ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ ૦૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક વિભાગમાં આણંદ તાલુકાની હાડગુડ  પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી જયશ્રીબેન મોહનલાલ પંચાલ, એચ.ટાટ કેટેગરીમાં ઉમરેઠ તાલુકાના પરવટા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી બળવંતભાઈ ગોવિંદભાઈ ભોઈ અને માધ્યમિક વિભાગમાં ખંભાત તાલુકાના લુણેજ ગામની સરકારી માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિનોદભાઈ કાંતિભાઈ સલાટની પસંદગી કરવામાં આવી છે.

તાલુકા કક્ષાએ ૦૭ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલ અને જહાંગીરપુરા પ્રાથમિક શાળાના શ્રી તેજલબેન અશ્વિનકુમાર જાની, ખંભાત તાલુકાની પોપટવાવ પ્રાથમિક શાળા ના શ્રી પરેશકુમાર અમરસિંહ પરમાર અને વિનય મંદિર ઊંડી સીમ પ્રાથમિક શાળા ના  શ્રી વિજયકુમાર બળદેવગીરી ગોસ્વામી, આંકલાવ તાલુકાના માંડવા પુરા પ્રાથમિક શાળાના શ્રી પ્રવીણભાઈ ખાનાભાઈ પટેલ અને મોટી સંખ્યાડ પ્રાથમિક શાળાના શ્રી રીનાબેન જયંતીલાલ શાહ તથા બોરસદ તાલુકાની કસુંબાડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી દર્શનાબેન જયંતકુમાર ઠાકરનો સમાવેશ થાય છે.