આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી
પ્રકાશિત તારીખ : 08/10/2025
તા. ૮ ઓક્ટોબરના રોજ ટાઉન હોલ, આણંદ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે યુવાઓને રોજગાર પત્ર એનાયત કરાશે
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૮, ઓક્ટોબર, ૨૦૨૫, બુધવારના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે ધીરજલાલ જે. શાહ, ટાઉન હોલ, આણંદ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાશે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયત પત્ર વિતરણ, આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર વિતરણ તથા આઈટીઆઈ ના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ કરવામાં આવશે.