બંધ

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

પ્રકાશિત તારીખ : 14/10/2025

તા.૧૫ મી ઓક્ટોબર ના રોજ આણંદ ખાતે વિકાસ પદીયાત્રા યોજાશે

સવારે ૯-૦૦ કલાકે એ.પી.સી. સર્કલથી ધીરજલાલ જે. ટાઉનહોલ, આણંદ સુધી વિકાસ પદયાત્રા યોજાશે

આ વિકાસ પદયાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તારીખ ૭ મી ઓક્ટોબરથી તા.૧૫ મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ સપ્તાહનો રથ જિલ્લાના ૨૬૯ ગામો ખાતે ફરીને યોજનાકીય જાણકારી અને સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત તારીખ ૧૫ મી ઓક્ટોબર બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે એ.પી.સી. સર્કલથી ધીરજ લાલ જે. શાહ, ટાઉનહોલ, આણંદ સુધી વિકાસ પદયાત્રા યોજાશે.

આ વિકાસ પદયાત્રામાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો, રમત પ્રેમીઓ અને નગરજનો જોડાશે.

આ વિકાસ પદયાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી