બંધ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કાનો પ્રારંભ

પ્રકાશિત તારીખ : 03/06/2026

આણંદ જિલ્લાના નગરજનોને વસ્તી ગણતરીના કાર્યમાં સહકાર આપવા અનુરોધ કરતા નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ

આણંદ જિલ્લામાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશનનો તબક્કો શરૂ

2884 ગણતરીદારો પહેલા એરિયાની ઓળખ કરશે, પછી  ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે

442 સુપરવાઇઝર કામગીરીનું સંકલન કરશે

આણંદ, મંગળવાર, વસ્તીગણતરી-૨૦૨૭ અન્વયે આણંદ જિલ્લામાં ૧ જૂનથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશનની કામગીરી શરૂ થઈ છે. જે અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારો ગામે ગામ ઘરે ઘરે જઈને પોતાની કામગીરી શરૂ કરી છે.

આણંદના નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈના જણાવ્યા મુજબ ગણતરીદારો સૌથી પહેલા પોતાને ફાળવાયેલા વિસ્તારમાં જઈને એરિયાની ઓળખ કરીને ઘરોનું નંબરિંગ કરશે. એ પછી ઘરે-ઘરે જઈને વિગતો એકત્રિત કરશે તથા સેલ્ફ એન્યુમરેશનની વિગતોની ખરાઈ કરશે.

આણંદ જિલ્લામાં 08 તાલુકા, 09 નગરપાલિકા તથા 02 ઔદ્યોગિક નોટિફાઈ એરિયામાં કુલ 2884 ગણતરીદારો દ્વારા હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી કરવામાં આવશે. જ્યારે 442 સુપરવાઇઝર્સ ગણતરીદારો સાથે સંકલનમાં રહી સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કરશે. દરમિયાન 300 ગણતરીદારો તથા 46 સુપરવાઇઝરને રિઝર્વ રાખવામાં આવ્યા છે, આમ કુલ 3,672 ગણતરીદાર અને સુપરવાઇઝર વસ્તી ગણતરીના કામમાં આણંદ જિલ્લામાં ફરજ બજાવશે.નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવા માટે 08 તાલુકા તથા 09 નગરપાલિકામાં કુલ મળીને 3672 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝરને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.આપવામાં આવી છે. વસ્તી ગણતરી કરનાર અધિકારી/ કર્મચારી શ્રી જ્યારે તમારા ઘરે આવે ત્યારે સાચી માહિતી આપીને આ અભિયાનમાં સહયોગ આપવા આણંદ જિલ્લાના નગરજનોને નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈએ અનુરોધ કર્યો છે.