• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

પ્રકાશિત તારીખ : 03/09/2025

આણંદ જિલ્લામાં  પાવર ગ્રીડ દ્વારા રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટ સ્થાપિત કરાયા

મોગર પ્રાથમિક શાળા ખાતેથી સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

આણંદ, મંગળવાર  – પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના સીએસઆર ફંડ માંથી વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે.

જે અંતર્ગત આણંદ જિલ્લામાં રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ સોલર પાવર આર ઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જે ૧૯ પ્રાથમિક શાળાઓ ખાતે અને ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યકરત કરવામાં આવ્યા છે, જેનું મોગર પ્રાથમિક શાળા ખાતે થી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે યોજાયેલ એક કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ના ચીફ જનરલ મેનેજર રાજેશકુમાર ગુપ્તા, ચીફ જનરલ મેનેજર એસ.જે. લાકડા અને શ્રી એસ. કે. દાસ દ્વારા આણંદ તાલુકાની મોગર પ્રાથમિક શાળાના આચાર્ય ને સોલાર પાવર આર ઓ પ્લાન્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો.

પાવર ગ્રીડ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર એ જણાવ્યું હતું કે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુસાર અને નિયમો મુજબ અમે અમારું નાનકડું યોગદાન આપી રહ્યા છીએ. જેના કારણે પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા આણંદ જિલ્લામાં આણંદ તાલુકાની ૧૯ પ્રાથમિક શાળાઓ જેમાં આણંદ તાલુકાની વઘાસી, ત્રણોલ, અડાસ અને મોગર, ખંભાત તાલુકાની શકરપુર, તારાપુર તાલુકા ની તારાપુર અને મોરજ, સોજીત્રા તાલુકાની સોજીત્રા અને ખોડિયાર, બોરસદ તાલુકાની સૈજપુ, નામણ,  દહેવાણ અને ડાલી, પેટલાદ તાલુકાની આમોદ અને દંતાલી, આંકલાવ તાલુકા ની આસરમાં અને કોસીન્દ્રા જ્યારે ઉમરેઠ તાલુકાની ખાનકુવા અને ખાખણપુર પ્રાથમિક શાળાઓ ખાતે સોલાર પાવર આર ઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે.

તેવી જ રીતે આણંદ જિલ્લાના ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સોલાર પાવર આર ઓ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં આણંદ તાલુકાના વડોદ કરમસદ અને અડાસ, ખંભાત તાલુકાના વટાદરા અને બામણવા, તારાપુર તાલુકાના બુધેજ, બોરસદ તાલુકાના ઝારોલા અને નાપા, પેટલાદ તાલુકાના નાર અને બાંધણી, આકલાવ તાલુકાના ખડોલ અને ઉમરેઠ તાલુકાના ભાલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોલાર પાવર આર ઓ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મોગર પ્રાથમિક શાળા ખાતેથી આજે કરવામાં આવ્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા તંત્રને સુપ્રત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ પાવર કંપનીના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ સમયે  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર અર્ચનાબેન પ્રજાપતિ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ સહિત પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ, કર્મીઓ હાજર રહ્યા હતા.

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ