• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ભવ્ય ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી : ૨૬૯ ગામોમાં ફરશે વિકાસ રથ

પ્રકાશિત તારીખ : 06/10/2025

આણંદ, સોમવાર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં પણ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ રથ જિલ્લાના કુલ ૨૬૯ ગામો માં ભ્રમણ કરીને સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોની માહિતી આપી લાભોનું વિતરણ કરશે, જેથી છેવાડાના માનવી પણ વિકાસના પ્રવાહમાં સક્રિયપણે જોડાઈ શકે.

આ વિકાસ સપ્તાહમાં આણંદ જિલ્લાના કુલ ૨૬૯ ગામોને આવરી લેવામાં આવશે. તાલુકાવાર ગામોની સંખ્યા જોઈએ તો, ખંભાત તાલુકામાં સૌથી વધુ ૫૭ ગામો આવરી લેવાયા છે, ત્યારબાદ બોરસદ તાલુકામાં ૫૨ ગામો અને તારાપુર તાલુકામાં ૩૭ ગામોમાં વિકાસ રથ ફરશે. આ ઉપરાંત, આંકલાવ તાલુકાના ૨૮ ગામો, પેટલાદ તાલુકાના ૨૯ ગામો, જ્યારે આણંદ તાલુકાના ૨૧ ગામો, ઉમરેઠ તાલુકાના ૨૧ ગામો અને સોજિત્રા તાલુકાના ૧૮ ગામોમાં વિકાસ રથ પહોંચીને ગુજરાતના વિકાસ અને લોકોપયોગી યોજનાઓ જન-જન સુધી પહોંચાડશે.

પહેલા દિવસે તા. ૭ મી ઓક્ટોબર ના રોજ વિકાસ રથના ભ્રમણના સવારના ૯:૦૦ થી ૧૧:૦૦ ના સમયગાળા દરમિયાન ઉમરેઠ તાલુકાના પણસોરા, અરડી, સૈયદપુરા, મેઘવા, તારપુરા, બડાપુરા સહિતના ૬ ગામો, આણંદ તાલુકાના ખંભોળજ, બેડવા, રાસનોલ, કુજરાવ, ત્રણોલ, ખાનપુર, ચિખોદરા અને વઘાસી સહિતના ૮ ગામો અને આંકલાવ તાલુકાના ખડોલ(હ), હળદરી, આસોદર, કંથારીયા, ભેટાસી (બા), ભેટાસી (ત), ભેટાસી (વા), અંબાલી, કોહાનવાડી સહિતના ૦૯ ગામોમાં વિકાસ રથ ફરશે. બોરસદ તાલુકામાં ડાલી, બદલપુર, કાલુ, કંકાપુરા, કણભા, કાંધરોટી, દિવેલ, બનેજડા, જંત્રાલ, દાદાપુરા, વાસણા- રાસ, અમિતયાદ, રાસ અને દહેવાણ સહિતના ૧૫ ગામો, પેટલાદ તાલુકામાં મહેળાવ, સુણાવ, રવિપુરા, ઘુંટેલી, પોરડા, મોરડ, પાડગોલ, ચાંગા, સંજાયા, બામરોલી, મહુડીયાપુરા સહિતના ૧૧ ગામો અને સોજિત્રા તાલુકામાં કાસોર, ઇસણાવ, વિરોલ, ખણસોલ અને કોઠાવી સહિતના ૫ ગામોમાં વિકાસ રથના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે. આ ઉપરાંત તારાપુર તાલુકામાં પચેગામ, ચીતરવાડા, કસબારા, ગલીયાણા, ફતેપુરા, નભોઈ, દુગારી, મોટા કલોદરા અને જાફર ગંજ સહિત ૧૩ ગામો અને ખંભાત તાલુકામાં ગોલાણા, મીતલી, પાદંડ, તરકપુર, રોહિણી, તામસા, વડગામ, વૈણજ, આખોલ, દહેડા, ભીમ તળાવ, નવાગામ બારા, નેજા, સોખડા લુણેજ ગૂડેલ જીણજ લક્ષ્મીપુરા તળા તલાવ માલા સોની, નવાગામ વાટા સહિતના ૨૨ ગામોને પણ આ સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે.

તેવી જ રીતે બપોરના ૨:૦૦ થી ૪:૦૦ વાગ્યાના સમય દરમિયાન પણ અનેક ગામોમાં વિકાસ રથના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં ઉમરેઠ તાલુકાના પરવટા, લિંગડા, ઘોરા, આશીપુરા, ગંગાપુરા અને ઝાંખલા સહિતના ૬ ગામો, આણંદ તાલુકાના નાવલી, નાપાડ તળપદ, નાપાડ વાટા, ખાંધલી, હાડગૂડ, જાખરીયા અને ગોપાલપુરા સહિતના ૭ ગામો અને આંકલાવ તાલુકાના અંબાવ, મુજકુવા, આસરમા, હઠીપુરા, ઉમેટા, ખડોલ (ઉં), નાની સંખ્યાડ, મોટી સંખ્યાડ, ચમારા અને જિલોડ સહિતના ૧૦ ગામોનો સમાવેશ થાય છે. ઉપરાંત બોરસદ તાલુકાના ગોરલ, ઉનેલી, રણોલી, ખાનપુર, ડભાસી, વહેરા, કાવીઠા, દેદરડા, સંતોકપુરા, સૈજપુર, દાવોલ , બોદાલ, નિસરાયા, હરખાપુરા અને કસુંબાડ સહિતના ૧૮ ગામો, પેટલાદ તાલુકાના નાર, માણેજ, ખડાણા, ભુરાકોઈ, વડદલા, કણીયા, આમોદ, ધર્મજ, દંતેલી, સુંદરા અને રામોદડી સહિતના ૧૧ ગામો, સોજિત્રાના મલાતજ, દેવાતળપદ, બાટવા, ભડકદ, ડભોઉં અને મઘરોલ સહિતના ૬ ગામો અને તારાપુરના ઇસરવાડા, ટોલ, મહિયારી, ચીખલીયા, ઈન્દ્રણજ, ઇસનપુર, ખાનપુર, ચાંગડા, વાંકતળાવ, પાદરા, જાફરાબાદ, રેલ, ખાખસર, વલી, વરસડા અને વાળંદાપુરા સહિતના ૧૩ ગામોમાં વિકાસ રથ ફરશે. ખંભાત તાલુકામાં રાલજ, મતેરપુરા, શકરપુર, વાસણા, વત્રા, ભુવેલ, કલમસર બાજીપુરા ખડધી હરીપુરા ધુવારણ કંસારી નાના કલોદરા, ઉંદેલ, નગરા અને મોતીપુરા સહિતના ૧૬ ગામો આ બપોરના સત્રમાં આવરી લેવાયા છે.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રીના ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન ૮ તાલુકાના વિવિધ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ સમયગાળામાં ઉમરેઠ તાલુકાના હમીદપુરા, બેચર અને રુલી, આણંદ તાલુકાના રામપુરા, કલાવડ, અને અડાસ, અને આંકલાવ તાલુકાના નવાખલ, માનપુરા સહિતના ગામોમાં વિકાસ રથ પહોંચશે. આ ઉપરાંત, બોરસદ તાલુકાના ભાદરણીયા, વાલવોડ અને સોજિત્રા તાલુકાના દેવાતજ, ડાલી જેવા ગામો તેમજ પેટલાદ તાલુકાના ફાગણી, દંતાલી અને તારાપુરના ધુજે, આદુજ/માલપુરા જેવા ગામોમાં પણ વિકાસ રથનું આગમન થશે. ખંભાત તાલુકાના વટાદરા, જલસણ, ફણાવ સહિત ૨૦ ગામોને આવરી લેવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાવાસીઓ આ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. પોતાના ગામમાં નિર્ધારિત સમય અને સ્થળ ઉપર આવતા વિકાસ રથના કાર્યક્રમમાં સહભાગી બની સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી મેળવી,  વ્યક્તિગત તેમજ સામુદાયિક વિકાસની આ યાત્રામાં સક્રિય યોગદાન આપવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.