બંધ

આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

પ્રકાશિત તારીખ : 01/12/2025

૦૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે

* તા. ૦૮ ડિસેમ્બર સુધી અરજી કરવાની રહેશે*

આણંદ, સોમવાર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર ધ્વારા દર વર્ષે જિલ્લા અને રાજ્યકક્ષાએ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન ડિસેમ્બર માસનાં છેલ્લા સપ્તાહમાં કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. બાળ નાટકમાં ભાગ લેનાર બાળકો વધુમાં વધુ ૧૫ અને ૮ સહાયકો લાવી શકશે. જ્યારે નૃત્ય નાટિકા સ્પર્ધામાં વધુમાં વધુ ૨૫ પાત્રો અને ૮ સહાયકો લાવી શકશે.

આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ તા.૦૮/૧૨/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૩૦૯, ૩ જો માળ, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે જમા કરવાનાં રહેશે.

વધુ વિગત અથવા જાણકારી માટે કચેરીના E mail – dvdo-syed-and@gujarat.gov.in, ફોન નં:- ૦૨૬૯૨-૨૬૩૮૨૫ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.