આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટનું આયોજન
પ્રકાશિત તારીખ : 29/03/2025
આણંદ,શનિવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી “જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટ ૨૦૨૪ -૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની સાથે જ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે એલિસ ભરતભાઈ પટેલ (આણંદ લૉ કોલેજ), દ્વિતીય ક્રમાંકે મોઢવાડિયા હિરેન હમીર (ચારૂસેટ યુનિવર્સિટિ, ચાંગા) તથા તૃતીય ક્રમાંકે ક્રિષ્ના સુરેશભાઈ મહેશ્વરી(આણંદ) વિજેતા થયા હતા.
આ કાર્યક્રમમાં વાઇસ પ્રેસિડેન્ટ, પી.એમ.પટેલ કોલેજ આણંદના ડૉ. પાર્થ બીપીનભાઈ પટેલ , પી.એમ.પટેલ કોલેજ આણંદના સેક્રેટરી અને રજીસ્ટ્રારડો. ઈશિતા પટેલ, ડોં. યુગ્માબેન પટેલ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી આણંદના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
