આણંદ જિલ્લામાં ઉજવાશે ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
પ્રકાશિત તારીખ : 26/06/2025
અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર આણંદ તાલુકાની ૦૯ જેટલી પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું કરાવશે નામાંકન.
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ અને તા. ૨૮ જૂન ના રોજ યોજાનાર ત્રિ દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારી શ્રી મુકેશકુમાર (IAS) અગ્ર સચિવ શ્રી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગાંધીનગર હાજર રહીને બાલવાટિકા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આવકારીને શાળા પ્રવેશ કરાવશે.
શ્રી મુકેશકુમાર પ્રથમ દિવસે તારીખ ૨૬ જૂનના રોજ સવારે ૮-૦૦ કલાકે આણંદ તાલુકાના વઘાસી ગામ ખાતેની સિનિયર બેઝિક ખેતી શાળા ખાતે ત્યારબાદ ૧૦-૦૦ કલાકે પ્રીતમ હાઇસ્કુલ, સંદેશર ખાતે અને ૧૨-૦૦ કલાકે વલાસણ ગામ ખાતેની ડી. એસ. પટેલ એન્ડ ટી. જે. ઇનામદાર હાઇસ્કુલ ખાતે હાજર રહી બાળકોનું શાળા નામાંકન કરાવશે.
બીજા દિવસે તારીખ ૨૭ મી જૂનના રોજ સવારે ૮-૦૦ કલાકે ચિખોદરા કન્યાશાળા અને ચિખોદરા કુમાર પ્રાથમિક શાળા ખાતે, સવારે ૧૦-૦૦ કલાકે સારસા ગામ ખાતેની એમવીએસ હાઇસ્કુલ ખાતે અને ત્યારબાદ બપોરે ૧૨-૦૦ કલાકે સામરખા ખાતેની એચ એન પટેલ હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્રીજા દિવસે તા. ૨૮ જૂન ના રોજ અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર સવારે ૮-૦૦ કલાકે મોગરી ગામ ખાતેની કન્યાશાળા ખાતે ત્યારબાદ સવારે ૧૦-૦૦ કલાકે વિદ્યાનગર ખાતેની આરપીટીપી હાઇસ્કુલ ખાતે અને બપોરે ૧૨-૦૦ કલાકે ગામડી ખાતેની વિમલ મિરિયમ હાઇસ્કુલ ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.