આણંદ જિલ્લાની 06 નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ
પ્રકાશિત તારીખ : 21/05/2026
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાની 06 નગરપાલિકાઓ જેમાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર નગરપાલિકાઓ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી.
આજે યોજાયેલ ચૂંટણીમાં ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ તરીકે મીનાબેન પરેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મૌલિક કુમાર અરવિંદભાઈ પટેલ, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પૂર્વીબેન સંજય કુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમાર, પેટલાદ નગરપાલિકા ખાતે યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોકીલાબેન અશોકભાઈ તળપદા અને ઉપપ્રમુખ તરીકે મનીષકુમાર રમેશચંદ્ર શાહ, સોજીત્રા નગરપાલિકા ખાતે પ્રમુખ તરીકે રીંકુબેન હિતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કેતનકુમાર હર્ષદભાઈ કા. પટેલ, ખંભાત નગરપાલિકા ખાતે પ્રમુખ તરીકે મંજુલાબેન કિશોરભાઈ રાણા અને ઉપપ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ જશુભાઈ પટેલ તથા તારાપુર નગરપાલિકા ખાતે પ્રમુખ તરીકે રશ્મિકાબેન ધીમંતકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે પૂનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણને જાહેર કરવામાં આવ્યા છે.