આણંદ જિલ્લાની નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસીસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટરના જાહેર માર્ગ ઉપર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ
પ્રકાશિત તારીખ : 23/03/2026
આણંદ, શુક્રવાર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષ/પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ નર્સરી સ્કુલો/સ્કુલો/કોલેજો/ટયુશન કલાસીસ તથા મહીલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ, તેમને છોડવા તથા લેવા માટે આવતા વાલીઓ તથા ઓટો/વાન માલિકો-ડ્રાઇવરો (જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ), તેમજ વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને લાગુ પડશે નહીં.
આ હુકમ તા. ૦૪/૦૯/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, તેમજ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.