આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા
પ્રકાશિત તારીખ : 11/02/2026
બાકી રહેલ બાળકોને 17 ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક ગોળી આપવાનું આયોજન
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાના 6.30 લાખ ઉપરાંત બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરવા માટે કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે જે બાળકો આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા હાઇસ્કુલ કે કોલેજ ખાતે આવેલ નથી અને કૃમિનાશક ગોળીથી વંચિત રહી ગયા છે તેઓને આગામી તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ મોપ- અપ રાઉન્ડ ખાતે આવરી લેવામાં આવશે.
આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાળકોને કૃમિનાશક ગોળી ઉપરાંત વિટામીન A નો ડોઝ પણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળકને કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આર્યનની ઉણપ એટલે કે પાંડુરોગ થાય છે. બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનુ પ્રમાણ ધટાડી શકાય છે અને બાળકની જીવનધોરણની ગુણવતામાં વધારો થઇ શકે છે.
આમ રાજ્ય સરકાર દ્વારા દર વષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા બાળકોને આપવામા આવે છે. આ દવા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને આપવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમા બાળકોને કૂમિ ના રોગ થી બચાવવા માટે કૃમિનાશક ગોળી ખવડાવવાનુ આયોજન કરવામાં આવે છે.
આ કામગીરી આરોગ્યશાખા, આઈ.સી.ડી.એસ.શાખા, શિક્ષણશાખા ના સંકલનથી તમામ આંગણવાડી વર્કર, આશાબેહેનો, ફિમેલ હેલ્થ વર્કર, એમ.પી.એચ.ડબલ્યુ તેમજ CHO અને RBSK ડૉકટર, મેડિકલ ઓફિસર દ્રારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા

આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા

આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા

આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા