આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીની અઘ્યક્ષતામાં જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રોડ-રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
પ્રકાશિત તારીખ : 22/07/2025
વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને હાલાકી ન પડે તે રીતે તે માટે રોડ-રસ્તાના સમારકામને સત્વરે પૂર્ણ કરીએ : પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
આણંદ, સોમવાર: રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રોડ-રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં આવેલ બ્રિજ તથા રોડ – રસ્તા પર ભારે વરસાદના કારણે થયેલ નૂકશાની તથા રોડ દુરસ્તીની નિયત સમયમાં કરવામાં આવેલ પેચવર્ક તથા રીસરફેશિંગની કાર્યવાહીથી પ્રભારી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિબંધિત માર્ગ અંગેના જાહેરનામા તથા જિલ્લાના વિવિધ માર્ગોની વિગતો પણ મંત્રીશ્રી સમક્ષ રજુ કરી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ પણ જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તકના વિવિધ સ્ટ્રકચર તથા સિંચાઈ અને કાંસ વિભાગ હસ્તકના વિવિધ સ્ટ્રકચરની વિગતો મેળવી તે અન્વયે થયેલ કામગીરીની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
વધુમાં પ્રભારી મંત્રીશ્રીએ વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને હાલાકી ન પડે તે રીતે બાકી રહેલ રોડ-રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વેશ્રી, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ, જિલ્લા અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.