બંધ

આણંદ જિલ્લાના નાગરિકો માટે આપતકાલીન સમયમાં જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર  જાહેર કરાયા

પ્રકાશિત તારીખ : 20/06/2025

જિલ્લાના નાગરિકોને આપત્તિ વેળાએ જિલ્લા કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરતાં જિલ્લા કલેકટરશ્રી.

આણંદ,ગુરુવાર: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના નાગરિકોને આપત્તિ વેળાએ જિલ્લા કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો છે.

આણંદ જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર આણંદના નાગરિકો અવશ્ય હાથવગું રાખે, જેથી કરીને ડિઝાસ્ટર સમયમાં તંત્રનો સરળતાથી સંપર્ક કરી શકાય.

આણંદ જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબરની વિગતો જોઈએ તો, કલેક્ટ કચેરી ડિઝાસ્ટર શાખા- 02692-243222, જિલ્લા પંચાયત- 02692-264463, આણંદ મહાનગરપાલિકા- 02692- 243942,ફાયર વિભાગ આણંદ- 02692-243101, પર તાત્કાલિક સંપર્ક કરી શકાશે.

આ ઉપરાંત તાલુકા મુજબ પણ હેલ્પલાઇન નંબર કાર્યરત કરી શકાશે.જેમાં આણંદ: 02692- 260276, ઉમરેઠ: 02692- 277900,બોરસદ: 02696- 220048,આંકલાવ: 02696- 282322,પેટલાદ: 02697- 224373, સોજીત્રા: 02697- 233300,ખંભાત:02698- 221343 અને તારાપુર:02698- 255015 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.

આમ, તાલુકા કક્ષાના કન્ટ્રોલ નંબર પર જે તે તાલુકાના રહેવાસીઓ તાત્કાલિક સંપર્ક કરી જાણકારી મેળવી શકશે અને જાણકારી આપી પણ શકશે, જેથી કરીને વહીવટી તંત્ર ગણતરીની મિનિટોમાં જ રાહત બચાવની કામગીરી હાથ ધરી શકશે.

આણંદ જિલ્લાના નાગરિકો માટે આપતકાલીન સમયમાં જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર  જાહેર કરાયા 1