• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ  જિલ્લાના ખેડૂતો માટે  સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું ઇ-લોકાર્પણ કરાયું

પ્રકાશિત તારીખ : 13/06/2025

આણંદ,બુધવાર: વિકસીત કૃષિ સંકલ્પ અભિયાનના પુર્ણાહુતી કાર્યક્રમ અવસરે પેટલાદના ઇસરામા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રિય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇ-લોકર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમ  અંતર્ગત ઈસરામા પેટલાદ ખાતે બે દિવસીય મશરૂમ ખેતી પર તાલીમ શિબિર પણ આયોજિત કરવામાં આવી હતી.જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ તાલીમ મશરૂમ ખેતીના નિષ્ણાંત ડૉ.ચેતન મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી, તેમણે મશરૂમના પ્રકારો,ઉત્પાદન પ્રક્રિયા,વેલ્યુ એડિશન,માર્કેટીંગ અને પેકેજિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે,સરકારશ્રી દ્વારા નાના પાયે મશરૂમ ઉત્પાદન એકમ બનાવવા માટે ૨ લાખ પ્રતિ યુનિટ કોસ્ટ મુજબ મહત્તમ ૧ લાખ સુધી સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, જેથી સેન્ટર ઓફ એક્સેલેન્સ,ઈસરામા દ્વારા વધુ માં વધુ ખેડૂતો મશરૂમની ખેતી કરી તેમની આવકમાં વધારો કીર શકે અને મશરૂમની ખેતી કરતા થાય તે માટે બાગાયત વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.