બંધ

આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી

પ્રકાશિત તારીખ : 22/07/2026

ખંભોળજ ગામ ખાતે ૨૪ રાજ્ય સરકાર હસ્તકની સંસ્થાઓ ખાતે કુલ ૧૦૫.૯ KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે

ગામને દર વર્ષે અંદાજે રૂ. ૧૨.૭૫ લાખ ની સરકારી વીજ ખર્ચમાં બચત થશે

આણંદ, મંગળવાર, આણંદ કલેક્ટર કચેરી  ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLC (District Level Committee) ની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ‘પી.એમ. સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના’ અંતર્ગત પસંદગી પામેલ આણંદ તાલુકાના ખંભોળજ ગામ માટે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં તા. ૦૧.૦૪.૨૦૨૫ થી ૩૦.૦૯.૨૦૨૫ ના સમયગાળા દરમિયાન યોજાયેલ સ્પર્ધામાં સૌથી વધારે સોલર ક્ષમતા ધરાવતા ગામ તરીકે ખંભોળજની “મોડેલ સોલર વિલેજ” તરીકે પસંદગી કરવામાં આવી હતી.

​આ મંજૂર થયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ, ખંભોળજ ગામના કુલ ૨૪ સરકારી તથા જાહેર વીજ જોડાણો જેવાં કે આંગણવાડી, ગ્રામ પંચાયત ઓફિસ, પ્રાથમિક શાળા, વોટર વર્ક્સ, પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ ૧૦૫.૯ KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.

આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. ૬૦ લાખ નો ખર્ચ કરવામાં આવશે. આ સોલર સિસ્ટમ કાર્યરત થવાથી ગામને દર વર્ષે અંદાજે રૂ. ૧૨.૭૫ લાખ ની સરકારી વીજ ખર્ચમાં બચત થશે અને પર્યાવરણપૂરક ઊર્જાનો ઉપયોગ વધશે.

આ બેઠકમાં એમજીવીસીએલના અધિકારીઓ સહિત ડિસ્ટ્રીક લેવલ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી

આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી

 

 

 

 

 

 

 

 

આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી