આણંદ જિલ્લાના કોચીંગ કલાસ તથા ટયુશન કલાસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
પ્રકાશિત તારીખ : 19/03/2025
આણંદ,મંગળવાર: આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચિંગ કલાસ તથા ટ્યુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસમાં કે કોચીંગ કલાસમાં જઈ શકે તે માટે તથા અનિષ્ટ તત્વો દ્વારા ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં એકલી જતી વિદ્યાર્થીની સાથે કોઈ અનિચ્છનિય બનાવો બનતા અટકાવવા જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા પછીના સમય માટે મનાઈ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેશ્રી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.