આણંદ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૦ મી સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે એલપીજી સિલિન્ડર મેળવી શકશે
પ્રકાશિત તારીખ : 04/09/2025
આણંદ,બુધવાર:પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી સપ્ટેમ્બર- ૨૫ ના પ્રથમ ક્વાર્ટર અને ઓક્ટોબર-૨૫ થી માર્ચ -૨૬ ના બીજા ક્વાર્ટર દરમ્યાન આણંદ જિલ્લાના તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ ફ્રી રીફીલીંગ નો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત એપ્રિલ – ૨૫ થી સપ્ટેમ્બર – ૨૫; સુધીના પ્રથમ ક્વાર્ટરની મુદત તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતી હોય” પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના” ના પ્રથમ ક્વાર્ટરનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓને પ્રથમ તબક્કાનો લાભ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.