આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ
પ્રકાશિત તારીખ : 15/06/2026
આણંદ, શુક્રવાર , આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા હુકમ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ આણંદ ગામડીથી ગુરુદ્વારા સર્કલ તરફ આવતા વાહનો ગામડીથી ગણેશ ચોકડી રેલ્વે ઓવરબ્રીજથી ગણેશ ચોકડી થઈ અમુલ ડેરી તરફ તથા આણંદ શહેર તરફ જઇ શકશે. તેમજ આણંદ શહેરથી તુલસી ગરનાળાથી ગામડી તરફ જતાં વાહનો અમુલ ડેરીથી ગણેશ ચોકડી થઇ ગણેશ ચોકડી રેલ્વે ઓવરબ્રીજના છેડાથી ગામડી તરફ જવાના રસ્તાથી ગામડી તરફ જઇ શકશે.
આ હુકમ તા.૨૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.