• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ ખાતે મધ્યઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે ઝોન કક્ષાની નિવાસી શિબિર યોજાશે

પ્રકાશિત તારીખ : 25/09/2025

જિલ્લાના ઇચ્છુકોએ તા.૧૦ ઓકટોબર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે

આણંદ,બુધવાર:  રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ સંચાલિત મધ્યઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સહાસિક અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી / કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.  આ શિબિર  નિવાસી શિબિર રહેશે.

ભાગ લેવા ઇચ્છુકોએ યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુના સેવા સદન રૂમ નં- ૩૦૯ ત્રીજો માળ,બોરસદ ચોકડી પાસે,આણંદ ખાતે અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ પ્રમાણિત કરી તા.૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં અરજી ફોર્મ કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી(સંપર્ક નં: ૭૯૯૦૨૩૯૭૧૪)ની યાદીમાં જણાવાયું છે.