આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા
પ્રકાશિત તારીખ : 03/01/2026
આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની બદલી અને બઢતી સાથે બદલી કરી છે.
આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ – 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨ તરીકે કરતા તેઓએ તા.૧ લી જાન્યુઆરી 2026 ના રોજથી તેમનો ચાર્જ સંભાળી લીધેલ છે.
જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ બદલી થઈને આવેલ ડો. તેજેન્દ્રસિંહ સોલંકી ને આવકાર્યા હતા. શિક્ષણ વિભાગના અન્ય અધિકારી કર્મીઓએ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ભરાતા આનંદ વ્યક્ત કર્યો હતો.

આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા