બંધ

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત તારીખ : 24/08/2026

સમિતિના તમામ અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નોનું ત્વરિત સકારાત્મક નિરાકરણ કરવા તાકીદ કરાઈ

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નાગરિકોને લગતા વિવિધ વિષયોના પ્રશ્નો સામે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને પડતર પ્રશ્નોનો સત્વરે સકારાત્મક નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં સિંચાઈ વિભાગ, કાંસ વિભાગ, પુરવઠા વિભાગ તથા ખેતીવાડી અને શિક્ષણ વિભાગ સહિત વિવિધ વિભાગોને સ્પર્શતી બાબતોનો સમાવેશ કરાયો હતો જેમાં તમામ સબંધિત પ્રશ્નો અંગે સંલગ્ન કચેરીઓના અધિકારીઓને ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકહિતના વિવિધ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાગરિકોને જરૂરી યોજનાઓના પૂરતા લાભ મળે અને સરકારી કચેરીઓમાં સમય મર્યાદામાં નાગરિકોની અરજીઓનો સકારાત્મક અભિગમ સાથે ઝડપી નિકાલ કરવા, કાંસની સાફ સફાઇ કરવા સહિતની બાબતો અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવમાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એસ.કે.ગરવાલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ગઢવી સહિતના સંકલન સમિતિના સભ્ય તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.