આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત તારીખ : 22/06/2026
જિલ્લા કલેકટરશ્રીની નાગરિકોના પડતર પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ
સાંસદશ્રી મિતેષ પટેલ અને અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બેઠકમાં જોડાયા
આણંદ, શનિવાર , આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે, પ્રદૂષણ નિવારણ અંગેના પ્રશ્નો, એમજીવીસીએલ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આઇસીડીએસ, આરોગ્ય વિભાગ, સિંચાઈ વિભાગ, દાંડી માર્ગ, સમાજ કલ્યાણ વિભાગ તેમજ ખાણ ખનીજ સહિત વિવિધ વિભાગને લગતી પ્રજાલક્ષી બાબતો અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં નાગરિકોના હિતોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પુલ કે રસ્તા સમારકામ અંગેની બાબતો, વિવિધ કચેરીઓમાં બાકી કામ અને નાગરિકોએ કરેલ પડતર અરજીઓના સત્વરે નિકાલ અંગે, વીજળી વિભાગને લગતા વિવિધ પ્રશ્નો જેમ કે વીજકાપ, વીજ ઓવરલોડ અને કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ અને વધુમાં વધુ ખેડૂતોની નોંધણી થાય તે જોવા, પ્રિ મોન્સુન કામગીરી અંગે અગાઉના વર્ષોમાં સર્જાયેલ સ્થિતિમાં કરેલ કામગીરીનું રિવ્યૂ કરી તે મુજબ જરૂરી આગોતરા પગલા લેવા તેમજ પીવાના પાણીની રજૂઆત સહિતના વિવિધ પ્રશ્નો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ધારાસભ્ય સર્વ શ્રી વિપુલ પટેલ, શ્રી અમિત ચાવડા, નિવાસી અધિક કલેકટરશ્રી લલિત પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેમજ લોકસભા સાંસદશ્રી મિતેશભાઈ પટેલ અને જિલ્લાની મોટા ભાગની કચેરીઓના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.