બંધ

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ

પ્રકાશિત તારીખ : 27/02/2025

આણંદ, ગુરૂવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના સણસોલી કૃષિ સંશોધન કેન્દ્ર અને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ફાર્મ ટેકનૉલોજી ટ્રેનીંગ સેન્ટર, નેનપુર ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમાં જીલ્લાના વિવિધ ગામોમાંથી ૩૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ વેળાએ મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડૉ. બી. એન. ઠક્કર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર પ્રાયોગિક નિદર્શન થકી માહિતગાર કરવામાં આવ્યા હતા. રિવ્યુલિસ કંપનીના સ્ટેટ એગ્રોનોમિસ્ટ શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પિયત પદ્ધતિનો કાર્યક્ષમ ઉપયોગ તથા મુખ્ય પાકોમાં ઇરીગેશન અને ફર્ટીગેશન શિડયુલ વિશે વિગતવાર માહિતી આપી હતી તથા શ્રી સાગરભાઇ રાઠવા દ્રારા ખેડૂતોને “પર ડ્રોપ મોર ક્રોપ-માઇક્રો ઇરિગેશન” યોજનાની માહિતી, અરજી કરવાની રીત અને અરજી કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના પગલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ. બી. ઝાલાએ આમંત્રિત મહેમાનો તથા પધારેલ ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કેન્દ્ર ખાતે ચાલતી સંશોધન, બીજ ઉત્પાદન, વિસ્તરણ તથા દિવેલાની નવીન જાતો અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ભલામણ કરવામાં આવેલ વિવિધ પાકોની જાતો અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી પાક પોષણ વ્યવસ્થાપન અને રોગ-જીવાત વ્યવસ્થાપન વિષે માહિતી આપી હતી.

આ પ્રસંગે તાલીમમાં ભાગ લેનાર ખેડૂતોને મ્યુઝિયમ અને કેન્દ્રની ક્ષેત્રીય મુલાકાત કરાવી કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ પાકોના સંશોધન વિશે અવગત કરવામાં આવ્યા હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે  ખેડૂત તાલીમ યોજાઇ 3

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે  ખેડૂત તાલીમ યોજાઇ 2

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે  ખેડૂત તાલીમ યોજાઇ 1

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ 2