આણંદ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી શરૂ
પ્રકાશિત તારીખ : 01/12/2025
તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી
આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત કરી
આણંદ, શનિવાર: આણંદ આરટીઓ કચેરી ખાતેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી ચાલી રહી હોવાથી તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ લેવાતી ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી. તેથી, આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત (Reschedule) કરી તા. 05/12/2025 થી તા.6/12/2025 તથા તા. 07/12/2025 થી. તા.08/12/2025 પર રાખવામાં આવેલ છે.
અરજદારશ્રીઓ ને આ બદલાવ અંગે તેમના રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. અરજદાર શ્રીઓએ નવો નક્કી કરાયેલ સમય મુજબ હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.