આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

પ્રકાશિત તારીખ : 03/10/2026
આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ઉત્પાદનોને મળશે વૈશ્વિક મંચ- કેબિનેટ મંત્રી રમણલાલ સોલંકીના હસ્તે આણંદમાં સરસ મેળાનું ઉદઘાટન

૩૩ થી વધુ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર, આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક ડગલું: આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે તારીખ 5 ઓક્ટોબર સુધી ‘સરસ મેળો’ યોજાશે

મંત્રીશ્રીના હસ્તે મેળાના પ્રારંભે 05 સખી મંડળોને કુલ રૂપિયા ૩૫.૭૯ લાખની કેશ ક્રેડિટનું વિતરણ

મેળાનો સમય સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે

આણંદ ગુરૂવાર, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે ‘સરસ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદઘાટન રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણલાલ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળાનો સમય સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ જિલ્લાના નગરજનોને તા. ૨૯ સપ્ટેમ્બર થી ૦૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલનારા મેળામાં રાખવામાં આવેલ સ્ટોલ ઉપરથી ખરીદી કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. આ આયોજન દ્વારા જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે. આ મેળો સ્થાનિક ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતા ઓ એવી લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન આવશે.

આ મેળામાં વિવિધ પ્રોડક્ટ્સના ૩૩ જેટલા સ્ટોલ અને ખાણીપીણી માટેના ૨ ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં આણંદ જિલ્લાના ૨૧ સ્ટોલ ઉપરાંત વડોદરા, મહીસાગર, ખેડા, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના ૧૨ સ્ટોલનો સમાવેશ થાય છે.

આ સમયે મેળાના પ્રારંભિક તબક્કે જ મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે 05 સખી મંડળોને કુલ રૂપિયા ૩૫.૭૯ લાખની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું છે, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં એક મહત્વનું કદમ છે.

આ કાર્યક્રમ માત્ર પ્રદર્શન પૂરતો સીમિત નથી, પરંતુ મહિલાઓના કૌશલ્ય વર્ધન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફોર્મ વર્ટીકલ અંતર્ગત પ્રોડ્યુસર ગ્રુપ, લખપતિ દીદી અને મહિલા કિસાન સહિત સખી મંડળની બહેનો માટે નવસારી ખાતે ‘પ્રેરણા પ્રવાસ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર થવા માટે બહેનોની બસને મંત્રીશ્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રવાસ મહિલાઓને નવા સંશોધનો અને કૃષિ ક્ષેત્રે થતી પ્રગતિથી અવગત કરાવશે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં અગાઉ પણ આવા પ્રાદેશિક અને સ્વદેશી મેળાઓનું આયોજન થઈ ચૂક્યું છે. અગાઉના મેળાઓમાં મે-૨૦૨૫ના મેળામાં ૩૨.૯૪ લાખ અને માર્ચ-૨૦૨૪માં ૨૭.૦૮ લાખ રૂપિયાના વેચાણ થયું હતું.

આ વર્ષનો ‘સરસ મેળો’ ગ્રામીણ કારીગરો અને મહિલા ઉદ્યોગકારો માટે આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખોલશે.

આ સરસ મેળાના ઉદ્ઘાટન સમયે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જે.વી. દેસાઈ સહિત મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ

આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ