બંધ

આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું

પ્રકાશિત તારીખ : 12/09/2025

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરાયો

આણંદ,ગુરુવાર: વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને  આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ  કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત

ખાતાની સહાયલક્ષી યોજના તેમજ આત્મા અને ખેતીવાડી /પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લેવા અનુરોધ

કરીને તેમને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ બાગાયત અધિકારી શ્રી કમલ ઠાકોર સહિત જિલ્લાના  ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.