બંધ

આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું

પ્રકાશિત તારીખ : 08/04/2025

આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા, લાંભવેલના અંદાજિત કિંમત ૯૪ લાખ ૫૦ હજાર રૂપિયાની કિંમતના ૦૭ જેટલા વર્ગખંડોનું તથા પ્રાથમિક શાળા ખોડીયાર નગર (લાંભવેલ ) ખાતે રૂ.૧ કરોડ ૮ લાખ જેટલા ખર્ચે નિર્માણ થયેલ ૦૮ જેટલા વર્ગખંડોનું લોકાર્પણ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કર્યું હતું.

આ વર્ગખંડોમાં બાળકો ને ભણવા માટે સ્માર્ટ બોર્ડ સહિત અન્ય ભૌતિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યા છે.

 આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી સુનિલભાઈ સોલંકી, શાળાના આચાર્યશ્રી સહિત  શિક્ષણ ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું 2

આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું

આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું 1