બંધ

આણંદના તારાપુરની સાર્વજનીક હાઈસ્કૂલ ખાતે  કિસાન ગોષ્ઠી યોજાઈ

પ્રકાશિત તારીખ : 01/11/2025

આણંદ,શનિવાર: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ અને ICAR- શષ્યવિજ્ઞાન વિભાગ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી  દિલ્હીના ના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક હાઇસ્કૂલ, તારાપુર ખાતે “Fermented organic manure leads to soil enrichment, increased income and environmental balance”  વિષય અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. તારાપુર ખાતે યોજાયેલ કિસાન ગોષ્ડીમાં ૨૦૦ ખેડુતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે  વૈજ્ઞાનિકશ્રી  ડૉ. રાજીવકુમાર સિંઘ દ્વારા પ્રોજેક્ટના મુખ્ય હેતુઓ અને ડૉ. ઋષિરાજ દ્વારા ફેરમેન્ટેડ ઓર્ગેનીક ખાતરની પાક ઉત્પાદનમાં ઉપયોગીતા વિષય પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.  આ ઉપરાંત વૈજ્ઞાનિક (જમીન વિજ્ઞાન) ડૉ. એસ. વી. રાઠોડએ ઓર્ગેનીક ખેતીમાં વિવિધ ઘટકો અને તેના ફાયદા વિશે માહિતી આપી હતી. તેમજ , વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)  ડૉ. આર. એમ. પટેલ દ્વારા ઓર્ગેનીક ખેતીમાં પાક સંરક્ષણ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. ડી. એમ. રાઠોડ દ્વારા સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ  કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે  તારાપુર કેળવણી મંડળના પ્રમુખશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ. રાજીવકુમાર સિંઘ અને ડૉ. ઋષિરાજ,  ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી  દિલ્હી તેમજ અત્રેની કચેરીના ડૉ. ડી. એમ. રાઠોડ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી; ડૉ. આર. એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) અને ડૉ. એસ. વી. રાઠોડ, વૈજ્ઞાનિક (જમીન વિજ્ઞાન) હાજર રહ્યા હતા. 