આજે શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા જ્યોતિ યાત્રા યોજાશે
આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહેશે
આણંદ, મંગળવાર , પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના તારીખ 7 મી ઓક્ટોબર 2026 ના રોજ રાજકીય સફરના 25 વર્ષ પૂર્ણ થતા હોય જેની ઉજવણીના ભાગરૂપે તા. ૭-૧૦-૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા તથા વિકસિત ભારત સંકલ્પ સભાનો કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના તમામ તાલુકા મથક અને શહેરો ખાતેથી સેવા જ્યોતિરથ બાઈક રેલી સ્વરૂપે તેમજ સેવા જ્યોતિરથ વિવિધ વિસ્તારોમાંથી યાત્રા મારફતે સવારે 8:00 કલાકે નીકળીને વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે આવશે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તવ્યનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજિત 7420 બાઈક દ્વારા 12000 થી વધુ લોકો સહભાગી થશે.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજય સિંહ મહિડા, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મહાનુભાવો અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન. ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિતના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.