• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આગામી તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત તારીખ : 03/09/2025

આણંદ, સોમવાર: આગામી દિવસોમાં ઈદ- એ -મિલાદ તથા ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તેમજ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ  જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

જે અનુસાર હથિયાર,તલવાર,ભાલા, ધોકા ,લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે ફરવા તથા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય અથવા બિનઅધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસો એકત્રિત થવા પર,ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.૫ સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાના આધીન શિક્ષાને પાત્ર થશે.