બંધ

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવતર પહેલ

પ્રકાશિત તારીખ : 10/03/2025

મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત જિલ્લાની મહિલાઓ કોમર્શિયલ ડ્રાઈવીંગ થકી બનશે આર્થીક રીતે  પગભર.

મહિલાઓને વિનામૂલ્યે તાલીમ અને રૂ.૨.૦૦ લાખ સુધીની મળશે લોન સહાય.

આણંદ, શુક્રવાર: આંતરાષ્ટ્રીય મહિલા દિને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નવતર પહેલ  હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત જિલ્લાની મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ચાલતી મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત જિલ્લાની મહિલાઓને કોમર્શિયલ ડ્રાઈવીંગ થકી આર્થીક રીતે  પગભર બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ માટે જિલ્લાની મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓને વિનામૂલ્યે તાલીમ અને રૂ.૨.૦૦ લાખ સુધીની લોન સહાય પણ મળશે.વધુમાં ડ્રાઈવીંગ લાયસન્સ ધરાવતાં બહેનોને લોન માટે પ્રાધાન્ય આપવામાં આવશે, તેમ પણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.આ માટે લાભ લેવા ઈચ્છુક મહિલાઓનેૃ મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં.૧૮, જુનુ સેવા સદન, ફોન: (૦૨૬૯૨) ૨૬૦૧૦૦નો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 2