• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ની ઉજવણીમાં આણંદ જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોનો ઉત્સાહ

પ્રકાશિત તારીખ : 29/09/2025

સહકારી ક્ષેત્રને સુદૃઢ બનવા માટે જીએસટી સુધારાને વધાવ્યો

આણંદ,સોમવાર: આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ના ઉપલક્ષ્યમાં પશુપાલકો અને સહકારી મંડળીના સભ્યોએ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના GST સુધારા અને સ્વદેશી અભિયાનને વેગ આપવાના હિતલક્ષી નિર્ણયની પ્રશંસા કરાઈ રહી છે.

આ નિર્ણયના સમર્થનમાં આણંદ  જિલ્લાના સહકારી સભ્યો અને પશુપાલકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

આ અભિયાન દ્વારા આણંદ જિલ્લાના પશુપાલકો અને દૂધ સહકારી મંડળીઓના સભ્યોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના વિકાસ અને સમૃદ્ધિ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતો.

આ પહેલથી સહકારી ચળવળને મજબૂત તથા સુદૃઢ  કરવા અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત થશે,તેવો સંદેશ સાથે પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો.