“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 19/09/2025
જિલ્લાના વિવિધ ગામો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ સ્વચ્છતા રેલી
ગામના જાહેર રસ્તા, આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરવામાં આવી
આણંદ, ગુરુવાર: “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તા. ૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી ” પખવાડિયાની માર્ગદર્શિકા અને દૈનિક ધોરણે કરવાની થતી કામગીરી મુજબ આણંદ જીલ્લાના વિવિધ ગામોની શાળાઓના વિદ્યાર્થીઓ ધ્વારા સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી અને ગ્રામજનોને સ્વચ્છતા અંગે નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ સ્વચ્છતા રેલીમાં ગામના સરપંચ, ચૂંટાયેલા સભ્ય, તલાટી કમ મંત્રી, શિક્ષક ગણ, ગ્રામજનો ધ્વારા ગામોમાં સ્વચ્છતા રેલીમાં જોડાઈને સ્વચ્છતા અંગે ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ ઉપરાંત ઘનકચરાના યોગ્ય નિકાલ અર્થે વિવિધ ગામોમાં સામુહિક કમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન શેડ જેવી અસ્કયામતોનું ગામના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું તેમજ ગામના જાહેર રસ્તા, આંગણવાડી કેન્દ્ર વગેરેની સફાઈ કરવામાં આવી હતી.

“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” આણંદ જિલ્લો
